Site icon Revoi.in

જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ, સેનાનો એક જવાન અને અધિકારી શહીદ

Social Share

શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાનો એટલું જોખમ ઉઠાવી રહ્યા છે કે જેને સામાન્ય માણસ તો વિચારી જ ન શકે, દેશની સુરક્ષા કરવા માટે તેઓ રોજ જીવનું જોખમ લેતા હોય છે અને ત્યારે એવી ઘટના બની છે કે જે દેશના જવાનો તથા દેશવાસીઓ માટે દુખદ સમાચાર બરાબર છે.

જમ્મુમાં સેનાના અધિકારીએ જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા (LOC) પાસે આવેલી અગ્રિમ ચોકીની પાસે પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટની ઝપેટમાં આવી જવાથી એક અધિકારી સહિત સેનાના બે જવાન શહીદ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે નૌશેરા સેક્ટરના કલાક વિસ્તારમાં ધમાકો તે સમયે થયો, જ્યારે સેનાની એક કોલમ સરહદ પારથી આતંકવાદીઓની ઘુષણખોરીને રોકવા સંબંધી ઉપાયોનું નિરીક્ષણ કરવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. ઘટનામાં એક લેફ્ટિનેન્ટ સહિત બે જવાન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેને તત્કાલ પાસેની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું હતું. અધિકારીઓ જણાવ્યું કે, જે જગ્યા પર ધમાકો થયો, સેનાએ તે જગ્યાએ લેન્ડમાઈન બિછાવી છે જેથી સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકી શકાય.

ઉલ્લેખનીય છે કે સેનાના જવાન દ્વારા તે પણ જાણકારી આપવામાં આવી કે ધમાકો કેવા પ્રકારનો હતો, તે વિશે તત્કાલ માહિતી મળી શકી નથી. પરંતુ પેટ્રોલિંગ દળને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્વારા આઈઈડી લગાવી આશંકાનો ઇનકાર કરી શકાય નહીં. સેનાના પ્રવક્તાએ ધમાકેની પુષ્ટિ કરી અને કહ્યુ કે, આગળની વિગતની રાહ જોઈ રહ્યાં છીએ.