Site icon Revoi.in

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

Social Share

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર (132 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.

સુનામીની ચેતવણી?

ભારતમાં ઇન્ડિયન ઓશન સુનામી વોર્નિંગ એન્ડ મિટિગેશન સિસ્ટમ (IOTWMS) એ નોંધ્યું છે કે ભૂકંપ સુનામી પેદા કરવામાં સક્ષમ છે,  જે હિંદ મહાસાગર ક્ષેત્રને ‘ઐતિહાસિક માહિતી અને સુનામી મોડેલિંગના આધારે’ અસર કરી શકે છે. હાલમાં જ ત્રણ દિવસ પહેલાં બુધવારે રાત્રે હિમાચલ પ્રદેશના કુલુ અને મંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિકટર સ્કેલ પર 4.1 ની હતી. જયારે બુધવારે સવારે 9:55ના સુમારે અરુણાચલ પ્રદેશમાં પણ ૩.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જોકે, પોતાની વેબસાઇટ પર IOTWMS એ જણાવ્યું હતું કે ‘ ઇન્ડોનેશિયામાં સુનામીનો કોઈ ખતરો નથી’. ભૂકંપનું કેન્દ્ર એન્ગાનો ટાપુ નજીક હતું. ઉપરાંત, એએફપી મુજબ, બેંગકુલુના રહેવાસીઓના કહ્યા મુજબ આ  ભૂકંપ હળવો હતો.

(ફોટો: ફાઈલ)