Site icon Revoi.in

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

Anand Agricultural University

Anand Agricultural University

Social Share

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા દ્વારા પાકૃતિક કૃષિના ફાયદા અને તેના આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સી. આર. પટેલ, રીસર્ચ એસોસીએટ, સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગર દ્વારા સરદાર સરોવર નહેર યોજનાના વ્યવસ્થાપન અંગે તથા સૂક્ષ્મ પિયત પદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી.

શ્રી જે. ડી. બલદાણીયા, સિનિયર રીચર્સ ફેલો દ્રારા પાકૃતિક કૃષિમાં અપનાવી શકાય તેવી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જુદા જુદા પાકોની નવી જાતો અંગે માહિતી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની સફળ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વનરાજસિંહ ચૌહાણ દ્વારા તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે હાજર રહેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

Exit mobile version