Site icon Revoi.in

GTUનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર, દિવાળી વેકેશન 10મી નવેમ્બરથી 20 દિવસનું રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી છે. નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન જાહેર કારાયું છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આર્કિટેક પ્રથમ સેમેસ્ટરમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 26મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર સુધી રખાયું છે. સેમેસ્ટર-3માં 24મી જુલાઇથી 9મી નવેમ્બર અને સેમેસ્ટર 5 અને 9માં 3 જુલાઇથી 3 નવેમ્બર સુધી, સેમેસ્ટર 7માં 4 જુલાઇથી 4 નવેમ્બર વચ્ચે શૈક્ષણિક સત્ર રહેશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની આખરે જાહેરાત કરી દીધી છે. નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન જાહેર કારાયું છે  બી.ઇ. સેમેસ્ટર 1માં 11મી જુલાઇથી 4 નવેમ્બર, સેમેસ્ટર 3માં 14મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર સેમેસ્ટર 5માં 31મી જુલાઇથી 16મી ડિસેમ્બર અને સેમેસ્ટર 7માં 27મી જુલાઇથી 30મી ડિસેમ્બર સુધી પ્રથમ શૈક્ષણિક સત્ર ગણાશે. એમબીએ ઇન્ટિગ્રેટેડમાં સેમેસ્ટર 1માં 28મી જુલાઇથી 9મી નવેમ્બર, સેમેસ્ટર 3માં 24મી જુલાઇથી 9મી નવેમ્બર સુધી શૈક્ષણિક સત્ર ગણાશે. બી.ફાર્મ સેમેસ્ટર 1માં 13મી જુલાઇથી 4 નવેમ્બર, સેમેસ્ટર 3માં 21મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર, સેમેસ્ટર 5માં 22મી જુલાઇથી 9મી નવેમ્બર અને સેમેસ્ટર 7માં 3 જુલાઇથી 4 નવેમ્બર સુધીનું શૈક્ષણિક સત્ર ગણાશે. ઇજનેરીમાં સેમેસ્ટર 7માં 27મી જુલાઇથી 10મી ઓગસ્ટ સુધી બે સપ્તાહની ઇન્ટર્નશીપ રહેશે. ડિપ્લોમા ઇનજેરીમાં સેમેસ્ટર 3માં 10મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ અને સેમેસ્ટર 5માં 27મી જુલાઇથી 30મી ઓગસ્ટ સુધી 6 સપ્તાહની ઇન્ટર્નશીપ ગણશે.દિવાળીનું વેકેશન 10મી નવેમ્બરથી લઇને 30મી નવેમ્બર સુધી ગણવામાં આવશે. 90 દિવસનું શૈક્ષણિક સત્ર ગણવાની જાહેરાત પણ કરાઈ છે.

જીટીયુ દ્વારા હાલમાં લેવાતી ડિપ્લોમાની પરીક્ષામાં 18મી જુલાઇના રોજ મિકેનિકલ સેમેસ્ટર 5ની રેમેડિયલની પરીક્ષા છે. આ જ દિવસે ડિપ્લોમા મિકેનિકલ સેમેસ્ટર 3ની પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. આમ, એક જ દિવસે બે પરીક્ષાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.