Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદલાશેઃ આ શહેરનું નામ બદલી ચંદ્રનગર કરાશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અનેક વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિરોઝાબાદ જિલ્લાનું નામ ટુંક સમયમાં જ બદલવામાં આવે તેવી શકયતા છે. આ માટે જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ પણ પાસ કરી દેવાયો છે. ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવાની વિચારણા ચાલી રહી છે.

ફિરોઝાબાદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ હર્ષિતાસિંહએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જિલ્લાનું નામ બદલીને ચંદ્રનગર કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. ભાજપને નેતા લક્ષ્મી નારાયણ યાદવે જિલ્લા પંચાયતના સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મુક્યો હતો. જેને પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ઉપર કોઈએ વિરોધ વ્યક્ત કર્યો ન હતો. આગામી સપ્તાહે જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રસ્તાવ અંગે માહિતગાર કરવા માટે પત્ર મોકલવામાં આવશે. તે બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર જ નામ બદલા અંગે અંતિમ નિર્ણય લેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાનું નામ નથી બદલી રહ્યાં પરંતુ જુનુ નામ પરત લાવી રહ્યાં છે. મુગલો ભારતમાં આવ્યા તે પહેલા આ વિસ્તાર ચંદ્રનગરથી ઓળખાતો હતો. ફિરોઝ શાહના નામ ઉપરથી નામ ફિરોઝાબાદ રાખવામાં આવ્યું હતું. 1560ના દશક પહેલા અહીંનું નામ રાજા ચંદ્ર સેનના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. જેઓ મુગલો પહેલા શાસન કરતા હતા.

પ્રસ્તાવ મુકનારા લક્ષ્મી નારાયણ યાદવે જણાવ્યું હતું કે, પુરો જિલ્લા આ બદલાવ ઈચ્છે છે. મે જિલ્લા પંચાયતના સત્રમાં આ પ્રસ્તાવ મુક્યો હતો.