Site icon Revoi.in

અનુરાગ કશ્યપની મુશ્કેલી વધીઃ ઘોસ્ટ સ્ટોરીઝના એક સીન સામે થઈ ફરિયાદ

Social Share

મુંબઈઃ ઓટીટી આજના સમયમાં નવુ પ્લેટફોર્મ બની ગયું છે. અત્યાર સુધી ઓટીટી પર કન્ટેટ પર નજર રાખવા માટે કોઈ પણ પ્રકારની કમિટી ન હતી. જેથી ગમે તેવા કન્ટેટ ઉપર પ્રતિબંધની ખબર બહાર ન હતી આવતી. જો કે, 2021માં ઓટીટી પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. જે હેઠળ પ્રથમ વાર ઓટીટી પર કન્ટેટને લઈને ફરિયાદ દાખલ થઈ છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયની સુચના પ્રૌદ્યોગિકનો નિયમ બનાવ્યો છે જેના આધાર પર અનુરાગ કશ્યપની ઘોસ્ટ સ્ટોરીઝના એક સીનની સામે ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળે છે.

બોલીવુડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ ધોસ્ટ સ્ટોરીઝ વર્ષ 2020માં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને જ અનુરાગની સામે ફરિયાદ કરાઈ હોવાનું જાણવા મળે છે. ઓટીટી પ્લેટફોર્મના નિયમ વિરુદ્ધ કન્ટેટ દેખાડવા ઉપર નારાજગી વ્યક્ત કરાઈ છે. આમા શોભિતા ધુલિપાલા પર ફિલ્માવવામાં આવેલા એક સીનમાં આપત્તિજકન બતાવવા મામલે કેસ કરાયો છે. જેનો જવાબ 24 કલાકમાં માંગવામાં આવ્યો છે. ઓટીટી પ્લેટફોર્મેના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાર્ટનર-મેનેઝ્ડ પ્રોડક્શનને પગલે અમે પ્રોડક્શન કંપનીનો સંપર્ક કર્યો અને તેમની સાથે આ ફરિયાદ શેયર કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદમાં સોભિતા ધુલિપલા પર ફિલ્માવવામાં આવેલા સીનમાં મિસકેરેજ પછી ભ્રુણ ખાતી દર્શાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, આ સીનની સ્ટોરીમાં કોઈ જરૂર ન હતી અને મેકર્સ આ સીનને એડ કરવા માંગે છે તો તેમણે એવી મહિલાઓને ચેતવમી આપવી જોઈએ જે મિસકેરેજની પીડામાંથી નીકળી છે.

આ મામલે સોશિયલ મીડિયા ઉપર અનુરાગ કશ્યપએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, તો આ શરૂ થઈ ગયું.. નેટફ્લિક્સ પાસે ધોસ્ટ સ્ટોરીઝને લઈને ફરિયાદ આવી છે આ અંત છે. જો કે, ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા ઉપરથી હટાવી લેવામાં આવ્યું હતું. ઘોસ્ટ સ્ટોરીઝ ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી, અનુરાગ કશ્યપ અને કરણ જોહર નિર્દેશિત ચાર શોર્ટ ફિલ્મની સીરીઝ છે. જે વર્ષ 2020માં નવા વર્ષના પ્રારંભ ઉપર રીલીઝ કરાઈ હતી. તેમજ આ ફિલ્મ 2018ની અથોલોજી લસ્ટ સ્ટોરીઝની સિકવલ છે.

(Photo-Social Media)