Site icon Revoi.in

ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.  ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. હિન્દી દિવસની ઉજવણી હિન્દીના પ્રસાર માટે અને લોકોને હિન્દી ભાષા પ્રત્યે જાગૃત કરવા માટે શરૂઆત થઈ હતી.

હિન્દી ભારતની સત્તાવાર ભાષા છે પરંતુ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ હિન્દી ગર્વથી બોલાય છે. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં હિન્દી ભાષા ગર્વથી બોલાય છે.