Site icon Revoi.in

શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પત્રકારોએ શૅર કર્યા વીડિયો, જુઓ

Are TMC leaders returning citizens of Katman? Journalists share video

Are TMC leaders returning citizens of Katman? Journalists share video

Social Share

રિવોઈ ન્યૂઝ, 2 જૂન 2026 – શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ જે પરિણામ આવ્યું તેનાથી એ રાજ્ય સહિત દેશના અનેક લોકો જાણે રાહત અનુભવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને તેમાં પત્રકારો પણ બાકાત નથી.

વર્ષો સુધી કરેલા પત્રકારત્વ દરમિયાન દેશના કેટલાક ટોચના પત્રકારોએ 4 મે, 2026 પહેલાં જે પશ્ચિમ બંગાળ જોયું હતું અને હવે છેલ્લા એક મહિનામાં જે પરિવર્તન આવ્યું છે તેની નોંધ લઈ રહ્યા છે.

આજે 2 જૂનને મંગળવારે સવારથી ભાજપના નેતાઓ તો ઠીક, પરંતુ ઓછામાં ઓછા ત્રણ વરિષ્ઠ પત્રકારોએ પશ્ચિમ બંગાળનો એક વીડિયો તેમના X હેન્ડલ ઉપર શૅર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે, રાજ્યમાં મમતા બેનરજીના શાસનકાળ દરમિયાન ટીએમસીના નેતાઓ અને કાર્યકરો વિવિધ યોજનાઓનો સામાન્ય નાગરિકોને લાભ અપાવવા માટે જે કટમની ઉઘરાવતા હતા તે હવે પરત કરી રહ્યા છે.

યાદ રહે, રાજ્યમાં એપ્રિલ મહિનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ તેમનાં ભાષણોમાં આ કટમની શબ્દનો ઉલ્લેખ કરતા હતા અને એ દ્વારા મમતા બેનરજીના ટીએમસી શાસનમાં 15 વર્ષ સુધી ચાલેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા હતા.

તે સમયે દેશના અન્ય ભાગના નાગરિકો ઉપરાંત દિલ્હીસ્થિત પત્રકારોને પણ આ કટમની શું છે તેની ઉત્સુકતા થઈ હતી અને તેઓ તેના વિશે જાણવા માગતા હતા. જોકે, ત્યારે કોઈને કશાં નક્કર ઉદાહરણ જોવા મળતાં નહોતાં, પરંતુ આજે સવારે ટીએમસીના એક નેતા-કાર્યકરે પોતે ઉઘરાવેલા કટમની તેના વિસ્તારના નાગરિકોને પરત કરવાનું શરૂ કર્યું અને તેનો વીડિયો વાયરલ થયો ત્યારે સૌને તેના વિશે જાણ થઈ.

એનડીટીવીના વરિષ્ઠ પત્રકાર અખિલેશ શર્માએ તો ત્યાં સુધી લખ્યું કે, મતની તાકાત કેટલી હોય છે એ જોવું હોય તો આ વીડિયો તેનો પુરાવો છે. અન્ય બે વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત પત્રકારોએ પણ તેમના એક્સ હેન્ડલ ઉપર આ વીડિયો શૅર કર્યા છે. જુઓ…

 

Exit mobile version