આમ તો દરેક પ્રકારના શાકભાજી તથા વેજીટેરીય ફૂડમાંથી દરેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે, પણ ક્યારેક કેટલાક જાણકારો માને છે કે નોનવેજમાં વધારે પોષક તત્વો હોય છે તો કેટલાક જાણકાર માને છે કે વેજીટેરીયન જ બેસ્ટ ફૂડ છે, હવે આ પ્રકારના વાતોમાં લોકોને ક્યારેક લાગતું હોય છે કે શાકાભાજી અને તેવા પ્રકારના ખોરાકમાંથી પ્રોટીન નથી મળતુ અને તેના માટે અન્ય પ્રકારનું ખાવાનું ખાવું જોઈએ. તો હવે આ વાત ખોટી સાબીત થવાની છે કારણ કે આ પ્રકારના શાકભાજી ખાવાથી પ્રોટીન, વિટામીન, કેલ્શ્યિમ તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે પ્રોટીન સમૃદ્ધ શાકભાજી માટે વટાણા, પાલક, મશરૂમ, લીલા ગ્રામ, ફૂલકોબી, શતાવરી, સમગ્ર અનાજ, કઠોળ, બટાકા, કચુંબર, અન્ય પ્રોટીન સ્ત્રોતો, દાળ, બદામ, ઓટ્સ, લોટ, બદામ, પોર્રીજ, પોહા, ચિલા, ડેરી ઉત્પાદનો અને પ્રોટીન, દૂધ, ચીઝ, છાશ, મગફળીનું માખણ ખાવું જોઈએ.
એક પુખ્ત પુરુષને દરરોજ 50 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે, જ્યારે સ્ત્રીને 46 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. પરંતુ સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને દરરોજ 72 ગ્રામ પ્રોટીનની જરૂર પડશે. તે જ સમયે, બે થી 8 વર્ષની વયના બાળકોને 15 થી 28 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે.