Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં 87959 બેડની વ્યવસ્થા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન 18 વર્ષની નાની ઉંમરના બાળકો માટે 2342 જેટલા સામાન્ય બેડની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત વેન્ટીલેટર અને આઈસીયુ બેડની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાને પગલે હોસ્પિટલોમાં 6551 ICU- વેન્ટિલેટર બેડ, 48744 ઓક્સિજન બેડ અને 19863 સામાન્ય બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકો માટે 1061 વેન્ટિલેટર બેડ, 3219 ઓક્સિજન બેડ, 2342 સામાન્ય બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 3,34,973 રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તેમજ 121 જેટલી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભારે સમસ્યા સામે આવી હતી. જેથી ઓક્સિજન ટેન્કની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 33.27 લાખ લોકોને પ્રથમ તથા 40.31 લાખ લોકોને કોરોનાનો બીજો ડોઝ બીકી છે. જેથી તેમને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે અભિયાન તેજ બનાવાયું છે. અમદાવાદ સહિત રાજ્યમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને પણ કોરોના રસીથી સુરક્ષિત કરવાના અભિયાનની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ કોરોના રસીનો 10મી જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવામાં આપવામાં આવશે.