Site icon Revoi.in

કેરળમાં RSSના સ્વયંસેવકની હત્યા કેસમાં ઈસ્લામિક સંગઠનના સભ્યની ધરપકડ

Social Share

બેંગ્લોરઃ કેરળના પલક્કડ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યાના કેસમાં પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કાર્યકરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીલ્લા પોલીસ વડા આર વિશ્વનાથે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો પીએફઆઈ કાર્યકાર હત્યામાં સીધો સંડોવાયેલો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં અન્ય દોષિતોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.આ કેસમાં આરોપી પીએફઆઈ કાર્યકારની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તપાસના ભાગ રૂપે તેની ઓળખ પરેડ કરવાની છે.

પીડિતની પત્નીએ કહ્યું હતું કે તેના પતિ સંજીતની હત્યા કરનારાઓને ઓળખી શકશે. જેઓ કારમાં આવ્યા હતા અને પતિ સંજીતની હત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે, સજીત (ઉ.વ.27)ની 15મી નવેમ્બરના રોજ હત્યા કરવામાં આવી રહી હતી. તેઓ પત્ની સાથે ઓફિસ જતા હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) અને આરએસએસએ આરોપ લગાવ્યો છે કે ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ના કાર્યકર્તાઓ હત્યાઓ પાછળ સંડોવાયેલા છે. જોકે, SDPIએ ભાજપના આ આરોપોને ફગાવી દીધા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આરએસએસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. જેથી કેરળની પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.