Site icon Revoi.in

કચ્છના નાના અને મોટા રણમાં વિદેશી મહેમાન એવા સુરખાબ પક્ષીઓનું આગમન

Social Share

ભૂજઃ કચ્છના નાના અને મોટા રણમાં સુરખાબ પક્ષીઓ ઉનાળો પૂર્ણ થવાની સાથે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસા ઋતુની શરૂઆત સાથે જ વિદેશી મહેમાન ગણાતા સુરખાબ પક્ષીઓ પ્રજ્જન ક્રિયા માટે કચ્છમાં પડાવ નાખતા હોય છે. સુરખાબ પક્ષીઓ શિયાળાની ઠંડી પૂરી થતાં પરત ફરી જતા હોય છે. સુરખાબ મોટાભાગે અષાઢ માસના અમુક દિવસો બાદ કચ્છમાં આંગમન કરતા હોય છે. પરંતુ આ વખતે  મેધરાજાના આગમન બાદ થોડા દિવસો પહેલાજ સુરખાબ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલ ખડિરના અમરપર નજીકના રણ વિસ્તારમાં રૂપેણ પેલિકન પક્ષીઓ પણ જોવા મળ્યા હતા..

કચ્છના નાના અને મોટા રણમાં વરસાદ બાદ સરોવરની જેમ પાણી ભરાયેલા છે. ત્યારે છીછરા પાણીમાં છબછબીયા કરવા માટે સુરખાબ પક્ષીઓનું આગમન થઈ ગયું છે. આ વિશે ધોળાવીરા ગામનાં સરપંચે જણાવ્યું હતું. કે, છેલ્લા સપ્તાહ દરમિયાન સુરખાબ પક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થયું છે. જ્યારે ખાવડા અમારાપર રોડ વચ્ચેના રણમાં હાલ જૂજ સંખ્યમાં સુરખાબ જોવા મળી રહ્યા છે. જેને જોઈ અનેક પસાર થતા પ્રવાસીઓ પણ આનંદિત થઈ ઉઠ્યા હોવાનું પણ કહ્યું હતું. રાપર રેન્જના વન અધિકારીના કહેવા મુજબ આષાઢ માસના અમુક દિવસો બાદ સુરખાબ મોટી સંખ્યમાં ખડિર રણમાં જોવા મળશે. આ વર્ષે થોડા દિવસો વહેલા આવ્યા જોઈ શકે. જોકે સપ્તાહ બાદ સુરખાબની સંખ્યા વિશેષ રૂપે જોવા મળી શકશે.

કચ્છના રણમાં દર વર્ષે સુરખાબ પક્ષિઓનું મોટાપાયે આગમન થતું હોય છે. ચોમાસા દરમિયાન રણમાં સરોવરની જેમ પાણી ભરાય જાય છે. અને છેક શિયાળા સુધી પાણી ભરાયેલા રહે છે. એટસે છીછરા પાણીમાં છબછબિયા કરવા માટે સુરખાબ પક્ષીઓ આગમન કરતા હોય છે, અને આઠ મહિનાનો નિવાસ કર્યા બાદ ઉનાળાના આગમન સાથે સુરખાબ પક્ષિઓ વિદાય લેતા હોય છે.