Site icon Revoi.in

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને ભારત સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ચીને સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ભારત સમક્ષ રાજદ્વારા વિરોધ નોંધાવ્યો છે અને ભારતના આ પગલાને સીમા વિવાદના માત્ર જટિલ હોવાની વાત કહી હતી. તેની સાથે ચીને આ ક્ષેત્ર પર ફરીથી પોતાનો દાવો વ્યક્ત કર્યો છે.

તો ભારતે ચીનના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને ફગાવી રહ્યા છીએ. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કરે છે, જેવી રીતે તેઓ ભારતના અન્ય રાજ્યોની મુલાકાત લે છે. ચીન દ્વારા આ પ્રકારની યાત્રાઓ અથવા ભારતની વિકાસ યોજનાઓ પર વાંધો વ્યક્ત કરવો યોગ્ય નથી.

તેમણે કહ્યુ છે કે ચીનનો વાંધો વાસ્તવિકતા નહીં બદલે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અતૂટ હિસ્સો હતો, છે અને રહેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીની પક્ષને ઘણાં મોકાઓ પર આ નિરંતર સ્થિતિથી અવગત કરાવાયું છે.