Site icon Revoi.in

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. શું પૈસા હવામાં ગાયબ થઈ ગયા, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જેલમાં ગયા છે. હવે બીજેપી ખોટા આરોપ લગાવીને મારી ધરપકડ કરવા માંગે છે. મને સમન્સ મોકલવામાં આવ્યા છે પરંતુ મારા વકીલોએ જણાવ્યું કે, આ સમન્સ ગેરકાનૂની છે. 

અરવિંદ કેજરિવાલે સવાલો ઉભા કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા જ કેમ મને સમન્સ મોકલવામાં આવ્યા છે. બે વર્ષથી કેસની તપાસ ચાલી રહી છે ત્યારે ચૂંટણી પૂર્વે જ કેમ મને બોલાવ્યો છે. સીબીઆઈએ આઠ મહિના પહેલા મને બોલાવ્યો હતો. તેમનો ઈરાદો મારી પૂછપરછનો નથી પરંતુ ધરપકડ કરવા માંગે છે. જેથી ચૂંટણી પ્રચાર ના કરી શકું. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે ભાજપા ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે. હું તેમની સમક્ષ હાજર થયો અને જવાબ પણ આપ્યા હતા. મનિષ સિસોદીયા અને સંજય સિંહ ભ્રષ્ટાચાર મામલે જેલમાં નથી પરંતુ તેમણે ભાજપામાં જવાનો ઈન્કાર કર્યો એટલે જેલમાં ધકેલી દેવાયાં છે. આમ દેશ આગળ વધી ના શકે. જે કંઈ ચાલી રહ્યું છે તે જનતંત્ર માટે ખુબ જ ખતરનાક છે.