Site icon Revoi.in

આર્યન ખાનના કારણે શાહરુખ ખાને છોડવું પડ્યૂં ફિલ્મનું શૂટિંગ – ફિલ્મ મેકર્સે હમસકલ લીધો સપોર્ટ

Social Share

તાજેતરમાં આર્યન ખાસ ડ્રગ્સ કેસ ખૂબ ચર્ચિત બન્યો છે, મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાં ચારે બાજૂ તેની જ ચર્ચાઓ જોવા મળી રહી છે,. ત્યાકે પિતા શાહરુખ ખાનને પણ પુત્રના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જ્યારે આર્યન 7 ઓક્ટોબર સુધી એનસીબીના સકંજામાં છે ત્યારે પિતા શાહરુખે એટલીની ફિલ્મનું શૂટિંગ છોડીને આવવું પડ્યું હતું, શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું શૂટિંગનું શેડ્યૂએલ 7 ઓક્ટોબર સુધીનું છે જો કે તેઓ આ સમયગાળઆ દરમિયાન શૂટિંગ પર પહોંચી શકશે નહી.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે શાહરુખના ન હોવાના કારણે ફિલ્મના કેટલાક શૂટિંગનો ભાગ શાહરુખ ખાનના હમસકલ પ્રશાંતથી શૂટ કરાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ શનિવારના રોજ શાહરુખ મુંબઈમાં સાઉથ ડોયરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને તેડજ રાત્રીના ક્રુઝ પાર્ટીમાં રેડ પડતાની સાથે પુત્ર આર્યન ખાનની ઘરપકડ કરવામાં આવી હતી જેના કારણે તેના બીજા દિવસે એટલે કે રવિવારે શૂટિંગ પર પહોચી શકાયું નહોતું જેને લઈને શાહુરુખના હમસકલ પ્રશાંતને શૂટિંગમાં બોલાવવામાં આવ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રશાંતે આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેણે શાહરૂખની ગેરહાજરીમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. શું તે ‘પઠાણ’ના શૂટિંગ માટે સ્પેન જશે? આ માટે તેણે જવાબ આપ્યો કે તે હજી તે અંગે કઈ કહી શકશે નહી.

ઉલ્લેખનીય છે આર્યનની એનસીબી દ્રારા હાલ પણ પૂછપરછ ચાલુ છે 7 તારિખ સુધી એનસીબી દ્રારા ક્સ્ટડીમાં રાખવામાં આવશે.ત્યારે હાલ પિતા શાહરુખ ખાન પઠાણ ફઇલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ પુત્રના કારણે તેઓ રવિવારના રોજથી શૂટિંગ પર પહોંચી શક્યા નથી.