Site icon Revoi.in

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તંત્ર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે એક-બે નહીં પરંતુ 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતના આણંદમાં આઠ અને ખેડામાં 20 સ્થળો ઉપર બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ અંગે બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન એક જ વર્ષમાં ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં 238 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. આવી જ રીતે આણંદ જિલ્લામાં લગભગ 35થી વધારે વ્યક્તિઓના મોત થયાં હતા.

બંને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ, આરટીઓ અને માર્ગ મકાન વિબાગે તપાસ કરીને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. આણંદ જિલ્લાના ગામડી ઓવરબ્રિજ, બેડવા ઓવરબ્રિજ, કિંખલોડ ચોકડી, બોરસદ વાસદ માર્ગ અને ટોલ નજીકના રસ્તાઓ, ગામને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખેડા જિલ્લાના બ્લેક સ્પોર્ટ્સની વાત કરીએ તો મિલ રોડ, આંબેડકર રોડ, સરદાર ભવન, કોલેજ રોડ, ગુતાલ પીપલગ રોડ, કમલા ચારરસ્તા, બુલવાર્ડ 9 હોટલ, ટંડેલ ઓવરબ્રિજ, વડદ રોડ, આદિનાર ચોકડી, કંજરી ચોકડી, આરખિયાલ પાટિયા, સિદ્ધિ વિનાયક મંદિર ફાગવેલ હાઈવે, કપડવંજ, નિર્માલી રોડ, મોડાસા હાઈવે, કુલ 20 બ્લેક પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાહન ચાલકોને આ સ્થળો ઉપર ધીમેથી વાહન હંકારવા માટે અપીલ કરવામાં આવી છે.

(PHOTO-FILE)