Site icon Revoi.in

અમદાવાદમાં જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહનું નિધન

Social Share

અમદાવાદ­ : ગુજરાતમાં બાંધકામના વ્યવસાય સાથે સંકલાયેલા જાણીતા બાલાજી ગ્રુપના સંચાલક આશિષ શાહનું નિધન થયું હતું. જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યુની બીમારીમાં નિધન થતા બિલ્ડર લોબીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ટ્રીમ મીડિયા ગ્રુપના ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ પણ શ્રદ્ધાંજલી પાઠવીને શાહ પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

જાણીતા બિલ્ડર આશિષ શાહની અમદાવાદની હોસ્પિટલમાં ત્રણેક દિવસથી સારવાર ચાલતી હતી. દરમિયાન તેમની તબિયત વધારે લથડી હતી અને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આશિષ શાહના નિધનથી બિલ્ડર લોબીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રિયલ એસ્ટેટ બિઝનેસમાં આશિષ શાહ મોટુ નામ ધરાવતા હતા. તેમણે અનેક રહેણાક અને વૈભવી કોમર્શિયલ કોમ્પલેક્ષનું નિર્માણ કર્યું છે. અમદાવાદનો અગોરા મોલ અને શ્રી બાલાજી ગ્રીન વેલીનો તેમના મહત્વકાંશી પ્રોજેક્સમાં સમાવેશ થાય છે. અસાધારણ મહત્વાકાંક્ષી દ્રષ્ટિ અને મિશનને ધ્યાનમાં રાખીને તેમણે અમદાવાદ, વડોદરા, મહેસાણા અને મુંબઈમાં રિયલ એસ્ટેટના બજારમાં પોતાની કુશળતાનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ ઉભા કર્યાં હોવાનું જાણવા મળે છે.

Exit mobile version