Site icon Revoi.in

એશિયા કપઃ ભારતીય ટીમે પાકિસ્તાનને આપ્યો 357 રનનો વિશાળ લક્ષ્યાંક

Social Share

નવી દિલ્હીઃ એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ગઈકાલે મેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. રોહિત શર્મા અને શુભમ ગીલે સારી શરુ કરી હતી. બંને બેસ્ટમેનોએ ઝડપી બેટીંગ કરીને 100 રનની ભાગીદાગી કરી હતી. જો કે, 56 રનના સ્ટોરે રોહિત શર્મા આઉટ થયા બાદ 58 રન બનાવીને ગીલ પણ આઉટ થયો હતો. જે બાદ વિરાટ કોહલી અને લોકેશ રાહુલ બેટીંગમાં આવ્યાં હતા. જો કે, 24 ઓવર બાદ વરસાદ વરસતા મેચ અટકાવી પડી હતી. વરસાદની શકયતાને ધ્યાનમાં રાખીને એક દિવસ પડતર રાખવામાં આવ્યો હતો. ગઈકાલે ભારે વરસાદને પગલે મેચ અટકાવવી પડી હતી. જો કે, આજે ફરીથી ભારતીય ટીમ બેટીંગમાં ઉતરી હતી. ભારતે 50 ઓવર 356 રન બનાવ્યાં હતા.

ભારતે પાકિસ્તાનને 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 122 રન અને લોકેશ રાહુલે 111 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેન સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા હતા. આ બંને પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી શાદાબ ખાન અને શાહીન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. વનડેમાં આ તેની 47મી સદી છે. આ સાથે જ તેણે કોલંબોના મેદાન પર સતત ચોથી ઇનિંગમાં સદી ફટકારી છે. પોતાની ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે રાહુલ સાથે 200 રનની ભાગીદારી પણ પૂરી કરી છે અને ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું છે.