Site icon Revoi.in

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 3-3 વાર ચેમ્પિયન બન્યું

Social Share

બેંગ્લોરઃ ગુરુવારથી ચેન્નાઈમાંથી હિરો એશિયન ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત અન્ય પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન, ચીન, કોરિયા અને મલેશિયા ભાગ લઈ રહ્યું છે. ગત ટૂનામેન્ટમાં કોરિયા ચેમ્પિયન બન્યું હતું. જ્યારે આ વખતે પ્રથમવાર ચીનની ટીમ ભાગ લઈ રહી હોવાનું જાણવા મળે છે. તા. 12મી ઓગસ્ટના રોજ ફાઈનલ યોજાશે. અત્યાર સુધીમાં સૌથી વધારે ભારત અને પાકિસ્તાન આ ટૂનાર્મેન્ટ જીતી છે. ચેન્નાઈમાં હોકીની આ ટૂનામેન્ટ જોઈ શકે તે માટે વિવિધ જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે 9મી ઓગસ્ટના રોજ મેચ યોજાશે.

મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2010માં મહિલા ટુર્નામેન્ટ તરીકે થઈ હતી. તેમજ 2011 થી પુરુષોની ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી. જેમાં એશિયા ભારત, પાકિસ્તાન, મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનની 6 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ વર્ષ 2011 થી 2013 દરમિયાન દર વર્ષે યોજાઈ હતી. વર્ષ 2016 થી દર બે વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીનું કોરોનાને કારણે વર્ષ 2020 માં આયોજન કરવામાં આવ્યું ન હતું. જેથી વર્ષ 2021માં આ ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ હતી. ભારત અને પાકિસ્તાન ટુર્નામેન્ટની સફળ ટીમો છે. બંને ટીમોએ 3-3 વખત ટ્રોફી કબજે કરી છે.