Site icon Revoi.in

અસમઃ સીએમ હિંમત બિસ્વા મધ્યરાત્રિએ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યાં

Social Share

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મધ્યરાત્રિએ તેમના રાજ્યની સમીક્ષા કરવા નીકળ્યાં હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. દરમિયાન સીએમ સરમા તેમના અધિકારીઓ સાથે રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યાં હતા. જોકે રાત્રીના પગલે રસ્તા પર કોઈ અવરજવર જોવા મળી ન હતી. સરમા તેમના કેટલાક અંગરક્ષકો સાથે પગપાળા નિરીક્ષણ માટે નીકળ્યા હતા.

 

આસામના સીએમએ અધિકારીઓ સાથે આગામી નિર્માણ કાર્ય વિશે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ તેમની પાસેથી કેટલીક માહિતી લીધી અને કેટલાક આદેશો પણ આપ્યા હતા. નિરીક્ષણ દરમિયાન, તેમણે એક નિર્માણાધીન વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાંના કામની સમીક્ષા કરી. તેમણે તેમની સાથે આવેલા અધિકારીને આ ક્ષેત્ર પર કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. ટી-શર્ટ પહેરીને મધ્યરાત્રિએ રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળેલા રાજ્યના મુખ્યમંત્રીની આ પહેલને ઘણા લોકોએ બિરદાવી હતી. લોકો સીએમ હિમંતા બિસ્વા સરમાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેમના વખાણ પણ કરી રહ્યા છે.

અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા મધ્યરાત્રિ બાદ અચાનક રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળતા ઉચ્ચ અધિકારીઓ તથા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચનો કર્યાં હતા. બીજી તરફ સીએમની આ કામગીરીને પગલે ઉચ્ચ અધિકારીઓમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી.