દિલ્હીઃ આગામી વર્ષ 2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિ તૈયાર શરૂ કરવામાં આવી છે. દરમિયાન આ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવાની તથા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મણિપુરનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે 6 સહ-પ્રભારીની બનાવવામાં આવ્યાં છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકોર અને અર્જુનરામ મેઘવાલનો સમાવેશ થાય છે. આ ઉપરતાં છ ક્ષેત્રોના સંગઠન પ્રભારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાય તેવી શકયતા છે. આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી યોજાશે.