Site icon Revoi.in

દિલ્હીમાં વીજળી પુરવઠો પુરો પાડવા પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવાનું કેન્દ્ર સરકારનું આશ્વાસન

Social Share

દિલ્હીઃ કોલસાની અછતને કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળી કાપના વાદળો વધારે ઘેરાયાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીને વીજળીનો પુરવઠો પુરો મળી રહે તે માટે પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવવાની ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. વીજ મંત્રાલયના સચિવ આલોક કુમારે જણાવ્યુ હતુ કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ તરણ કપૂરે આ બાબતે આશ્વાસન આપ્યુ છે.

કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યુ છે કે દિલ્હીમાં વીજળીનો પુરવઠો પૂરો પાડતા બવાના અને પ્રગતિ કેન્દ્રોને પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વીજ મંત્રાલયના સચિવ આલોક કુમારે જણાવ્યુ હતુ કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ તરણ કપૂરે આ બાબતે આશ્વાસન આપ્યુ છે. આલોક કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે એનટીપીસીને દિલ્હીના દાદરી, ઝઝ્ઝર સ્ટેશન માટે કોલસાનો સ્ટોક વધારવા અને પર્યાપ્ત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીની વિજ વિતરણ કંપનીઓ દાદરી-1થી વીજ પુરવઠો નથી લઈ રહી, કારણ કે તે 25 વર્ષ બાદ વીજ ખરીદ સમજૂતિથી અલગ થવા માંગે છે. આ કંપનીઓને વીજળી ખરીદવા માટેની સૂચના આપવામાં આવી છે.