Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા

Social Share

બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક હથિયારો વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંદુવાદી સંગઠન હિન્દુ મક્કલ કચ્છી દક્ષિણ મદુરાઈ ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત મણિકંદન (ઉ.વ. 41) જ્વેલરીની દુકાન ચલાવતા હતા. રાતના વેપારી પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ પરત ફરી રહ્યાં હતા. દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોનું ટોળુ ધસી આવ્યું હતું. તેમજ તિક્ષણ હથિયારો વડે હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હિન્દુ આગેવાનને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં ફરજ પર હાજ તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા માટે કવયાત તેજ શરૂ કરી છે. હિન્દુ આગેવાનની હત્યા કરનારાઓની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.