Site icon Revoi.in

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી અપનાવીને 1 રોબોટ પાસે કામ કરાવવાનું વધારે પસંદ કરે છે.

આઈટી કંપનીઓનું માનવું છે. ઓટોમેશન ટેકનીક અપનાવાથી કંપનીઓને 100 અરબ ડોલર એટલે કે 7.3 લાખ કરોડ રૂપિયાની બચત થશે. જો કે, કંપનીઓએ રોબોટ ઓટોમેશન અપનાવવા માટે 10 અરબ ડોલર એટલે કે 73 હજાર કરોડનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત નવી નોકરિયોના વેતન પર કંપનીઓને 5 અરબ ડોલરનો ખર્ચ થશે.

એક રિપોર્ટ અનુસાર ડોમેસ્ટિક આઈટી સેક્ટરમાં લગભગ 1.6 કરોડ નોકરી છે. જેમાંથી 90 લાખ કર્મચારીઓ બીપીઓ અને અન્ય સેક્ટરમાં કામ કરી રહ્યાં છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી આઈટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરીને વર્ષ 2022 સુધી 30 લાખ નોકરીઓને ખત્મ કરવાની તૈયારીઓ કરી રહી છે.

ઓટોમેશન અપનાવનારી કંપનીઓએ દલીલ કરી છે કે, રોબોટ સોફ્ટવેરના રૂપમાં 24 કલાક કામ કરે છે. જેથી તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. આ ઉપરાંત એક રોબોટ પાસે 10 કર્મચારીઓનું કામ લઈ શકાય છે. રોબોટ વસાવવા માટે એકવાર રોકાણ કરવું પડે છે. એટલે દર મહિને પગાર આપવામાંથી છુટકારો મળશે. આમ કંપનીઓને ભારે બચત થશે.

રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ઈન્ડિયન આઈટી માર્કેટની ટોપની કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરશે. જેથી બીપીઓ સેક્ટર માટે ખતરાની ઘંટડી સમાન છે.

ઓટોમેશન અને અન્ય એડવાન્સ ટેક્નોલોજીના આગમનથી ભારત અને ચીનના શ્રમ બજારને પણ ભારે અસર થશે. રિપોર્ટ અનુસાર દક્ષ કર્મચારીઓના અભાવથી ભારત અને ચીન જેવા દેશોમાં નોકરીઓ તો જશે અને નવી પ્રકારની નોકરી માટે કાબેલિયતવાળા કર્મચારીઓની પણ કમી સર્જાશે. ઓટોમેશનના કારણે જર્મનીમાં 26 ટકા, ચીનમાં 7 ટકા અને ભારતમાં 5 ટકા શ્રમનો અભાવ સર્જાશે.