નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી વખતે શિયાળા, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં આવતા જોયા છે. ત્યારે ત્યાં મંદિર ન હતું પણ શ્રદ્ધા હતી. આ 500 વર્ષની લડાઈ હતી, જે હવે સમાપ્ત થઈ છે. ભારતીયોના દિલ પર આંચકો હતો. હવે તે સારૂ અનુભવી રહ્યા છે. અંગત રીતે કહેવા માગુ છું કે, એક ઐતિહાસિક, વિરાટ કામ માટે પ્રભુ શ્રીરામ એ મને ખિસકોલીના યોગદાન માટે પસંદ કર્યો, તેમનો આભાર.
1976માં પ્રોફેસર બીબી લાલના નેતૃત્વમાં અમારી દસ લોકોની ટીમ અયોધ્યા પહોંચી હતી. જ્યારે વિવાદિત માળખાની નજીક ગયા તો એક પોલીસવાળાએ અમેને અંદર જતા રોક્યા. તેણે કહ્યું અમે વિધાર્થી છીએ અમે સંશોધન માટે આવ્યા છીએ. બસ એટલું શોધવાનું છે કે ક્યાયુગમાં બન્યું છે. એના પછી અંદર જવા દીધા. અંદર ગયા તો 12 સ્થંભો એવી રીતે દેખાઈ રહ્યા હતા કે 12મી સદીના લાગતા હોય અને તેમના પર મંદિરો સાથે જોડાયેલા પુરાવા હતા. દેવી-દેવતાઓના ચિત્રો પણ હતા, પરંતુ તેમના ચહેરા વિકૃત હતા. પરંતુ તેમના પર શુભકામનાઓ છપાઈ હતી. આ પહેલો પુરાવો હતો. તેના પછી 2003માં ડો.બીઆર મણીના નિર્દેશનમાં થયેલા ખોદકામમાં મહત્વના પુરાવોઓ મળ્યા હતા. મંદિરમાં થઈ રહેલા અભિષેકને લગતી મહત્વની બાબતો હતી. શિલાલેખ મળી આવ્યાં, પાયામાં 90 સ્થંભો મળ્યા, જેના પર એક સમયે વિશાળ એક મંદિર ઉભુ હશે. 216થી વધારે ટેરાકોટાની મૂર્તિઓ મળી આવી હતી.
અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ
