Site icon Revoi.in

રાજ્યમાં આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું? જાણો કોણે શું પ્રતિક્રિયા આપી?

Ayurveda University paper leaked in the state, know who reacted and what?

Ayurveda University paper leaked in the state, know who reacted and what?

Social Share

જામનગર, 27 જુલાઈ, 2026 – નીટ પેપર લીક મામલો હજુ શાંત થવાનું નામ નથી લેતો ત્યાં આજે ગુજરાતમાં પરીક્ષાનું પેપર લીક થયાનું જાણવા મળે છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક થવાના સમાચાર છે. ત્રીજા વર્ષની પરીક્ષાના સર્જરી વિષયનું પેપર લીક થઈ ગયું છે. પરીક્ષા પહેલાં જ પેપર કથિત રીતે સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું હતું. પ્રશ્નપત્રમાં આવેલા 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થયેલા પેપર સાથે મળી આવ્યા છે. કોલેજ પ્રશાસન સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે.

‘શલ્ય તંત્ર-1’ (Surgery) ની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં કથિત રીતે લીક થઈ ગયું હતું. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ફરી રહેલા ‘Important Topics’ મેસેજમાં એક ચોંકાવનારી સમાનતા જોવા મળી હતી. પ્રશ્નપત્રમાં પૂછાયેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો વાયરલ થયેલા મેસેજમાં પૂછવામાં આવ્યા હતા.

પરીક્ષાના પ્રશ્નપત્ર અંગે પૂછવામાં આવતાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઈનચાર્જ એક્ઝામિનેશન ડાયરેક્ટર એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, ”સર્જરી સિસ્ટમના 26 કોલેજોમાં 1200 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ આ બાબત અમારા ધ્યાને આવી છે. જો પેપર લીકના તથ્યો મળશે તો અમે આગળની કાર્યવાહી કરીશું.”

નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ કમિટી બનાવવાનો નિર્ણય

એચ.પી. ઝાલાએ જણાવ્યું કે 20 જુલાઈની સવારે યોજાયેલી ‘શલ્ય તંત્ર-1’ ની પરીક્ષા નિર્ધારિત સમયે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ સાંજે મોબાઈલ પર માહિતી મળી કે પરીક્ષા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો WhatsApp પર ફરી રહી છે. આ માહિતી મળતાં જ યુનિવર્સિટી સત્તાવાળા તરત સક્રિય થયા હતા. વાઈસ ચાન્સલર સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટી વાયરલ મેસેજ, પ્રશ્નપત્ર અને બાકી તમામ તથ્યોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે.

કોંગ્રેસની પ્રતિક્રિયા

દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ કથિત પેપર લીક અંગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, વધુ એક દિવસ થયો છે અને વધુ એક પેપર લીક થયું છે. તેમણે કહ્યું કે, આ કોઈ અપવાદ નથી. ગુજરાતમાં 2014થી 2024 વચ્ચે 34 પેપર લીક થયા છે.

ભાજપની પ્રતિક્રિયા

દરમિયાન, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે એક વીડિયો સંદેશા મારફત આ પેપર લીક અંગે પક્ષનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, (જુઓ વીડિયો)

Exit mobile version