પાકિસ્તાની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી ખરામ ટાઈમમાંથી પસાર થઈ રહી છે. એટલું જ નહીં પૂર્વ કેપ્ટન બાબર આઝમ સહિતના સિનિયર ખેલાડીઓ મોટો સ્કોર કરી શક્યા નથી. એશિયા કપ માટે તાજેતરમાં જ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં બાબર આઝમ અને રિઝવાનને પડતા મુકવામાં આવ્યાં હતા. બંને ખેલાડીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. દરમિયાન બીસીબીએ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બી કેટેગરીમાં મુકવામાં આવ્યાં છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ અને વર્તમાન ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ‘B’ કેટેગરીમાં એક ડગલું નીચે મૂકવામાં આવ્યા છે. PCB ને વાસ્તવમાં કોઈ પણ ક્રિકેટરને એલિટ કેટેગરીમાં સમાવવા લાયક લાગ્યો નથી અને તેણે 30 ખેલાડીઓને B, C અને D કેટેગરીમાં મૂક્યા છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 જુલાઈથી અમલમાં આવશે. બાબર અને રિઝવાન ઉપરાંત, કેટેગરી B માં અબરાર અહેમદ, ફખર ઝમાન, હરિસ રૌફ, હસન અલી, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાદાબ ખાન અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ થાય છે.

