Site icon Revoi.in

બાહુબલી ફેમ સ્ટાર પ્રભાસ ‘બોડિ શેમિંગ’નો શિકાર -સોશિયલ મીડિયા પર ફોટો જોઈને લોકો કરી રહ્યા છએ ટ્રોલ

Social Share

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ તેમના શાનદાર અભિનય અને સારા દેખાવ માટે જાણીતા છે. દર્શકો તેમની કાબલિયત અને સુંદરતાને જોઈને તેમના દિવાના બનતા હોય છે,પ્જો કે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર બોડી-શેમ થતા હોય છે.આવું કંઈક બન્યું છે સાઉથના સુપર સ્ટાર પ્રભાસ સાથે પણ.

સાઉથના સુપરસ્ટાર પ્રભાસના કેટલાત ફોટો આજકાલ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. જણાવી દઈએ કે પ્રભાસ તેની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે, તે દરમિયાન પ્રભાસની ડાન્સ રિહર્સલથી પરત ફરી રહેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ ફોટોમાં પ્રભાસ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો અને લોકોએ જોયું કે તેનું વજન પણ ઘણું વધી ગયું છે. હવે કેટલાક યુઝર્સે આ અંગે સોશિયલ મીડિયા પર પ્રભાસને ટ્રોલ કરી રહ્યા. વાસ્તવમાં પ્રભાસને મેકઅપ વગર વધેલા વજન સાથે જોવામાં આવ્યો હતો, જેના પર લોકો તેને બોડી-શેમ કરતા જોવા મળ્યા હતા.

ઘણા યુઝર્સે કહ્યું કે પ્રભાસ મેકઅપ વગર દૂધવાળા કાકા જેવો દેખાય છે. તે જ સમયે કેટલાક લોકોએ તેની સરખામણી વડા પાવ સાથે કરી હતી. ઘણા યૂઝર્સ પ્રભાસ સાથે શું થયું છે તેના પર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભાસ બાહુબલીમાં તેના અભિનય માટે તેમજ તેના દેખાવ માટે  જાણિતા બન્યા હતા.

બાહુબલી ફિલ્મમાં તેમના મજબૂત શરીર અને ચહેરાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં કેટલાક યુઝર્સે પ્રભાસની વધતી ઉંમર અને તેને મેકઅપ વગર જોવાનું પસંદ નથી  કરી રહ્યા, આવી સ્થિતિમાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રભાસ આ દિવસોમાં ફિલ્મ આદિપુરુષના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પ્રભુ શ્રી રામનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. કૃતિ સેનન સીતા માની ભૂમિકામાં હશે, આ સાથે જ આ ફિલ્મમાં સની સિંહને લક્ષ્મણનો રોલ મળ્યો છે અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.

Exit mobile version