Site icon Revoi.in

બેયરસ્ટો પોતાની 100મી ટેસ્ટને લઈને થયો ભાવુક, ઈંગ્લેન્ડની ટીમે કર્યું સન્માન

Social Share

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. આ મેચમાં ઈંગ્લેન્ડનો ખેલાડી બેયરસ્ટો રમી રહ્યો છે. બેયરોસ્ટોની આ 100મી ટેસ્ટ મેચ હોવાનું જાણવા મળે છે. મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બેયરસ્ટો ભાવુક બની ગયા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

એક અહેવાલ અનુસાર, બેયરસ્ટોની માતા કેન્સરથી પીડિત છે. બેયરસ્ટોની કારકિર્દીમાં તેની માતાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મુશ્કેલ સંજોગો હોવા છતાં, તેણે ક્યારેય પ્રેક્ટિસ કરવાનું ચૂક્યું નહીં.

રિપોર્ટ અનુસાર બેયરસ્ટોના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. બેયરસ્ટોના પિતા ડેવિડ બેરસ્ટો પણ ક્રિકેટર હતા. પરંતુ માનસિક તણાવના કારણે તેમણે આપઘાત કર્યો હતો. આ પછી, જોની બેરસ્ટોનું જીવન ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેયરસ્ટોએ અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 5974 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 167 રન રહ્યો છે.