Site icon Revoi.in

ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે મનાવવા બગીચામાં બેઠેલા યુવક-યુવતીઓને બજરંગદળે ભગાડ્યાં

Social Share

ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં આજે વેલેન્ટાઈન ડેની ઊજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ જ નહીં , પણ એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવતા હોય છે. પ્રેમી યુવક-યુવતીઓ દ્વારા ખાસ કરીને ગુલાબનું ફુલ આપીને પ્રેમનો એકરાર કરીને બાગ-બગીચામાં એકાંતની પળો માણતા હોય છે. ત્યારે બજરંગદળ દ્વારા ગાંધીનગરના બગીચાઓમાં જઈને વેલેન્ટાઈન ડેનો વિરોધ કરીને પ્રેમી યુવક-યુવતીઓને ભગાડ્યા હતા.

આખા દેશ સહિત વિશ્વમાં વેલેન્ટાઇન ડેની  આજે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરમાં બજરંગદળનાં કાર્યકરોએ વેલેન્ટાઇન ડેનો વિરોધ કર્યો હતો. આ કાર્યકર્તાઓએ બગીચામાં બેઠેલા યુગલોને ભગાડ્યા હતા. પશ્ચમી દેશોનું અનુકરણ ન કરવાની સૂચના આપીને યુગલોને જવા દેવાયા હતા.બજરંગદળનાં કાર્યકર્તાઓ ગાંધીનગરનાં બગીચામાં ફરી વળ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો હાથમાં દંડા લઇને ખેસ પહેરીને બાગમાં અચાનક દોડી આવતા પ્રેમી પંખિડાઓ ફફડી ગયા હતા.

બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં ઉતર્યા હતા. તેમણે યુગલોને ભગાડીને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સૂચના આપી યુગલોને જવા દીધા હતા. બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં અનેક જગ્યાઓ પર જઇને યુગલોને ભગાડ્યા હતા. બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં આખો બગીચો ગજાવી દીધો હતો. ભારતમાં દર વર્ષે આ દિવસનો વિરોધ પણ થતો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જૂથો દ્વારા તર્ક-વિતર્કો સાથે વેલેન્ટાઈન ડે ન ઉજવવા અપીલ કરવામાં આવી હતી. આ વખતે પણ એનિમલ વેલફેર બોર્ડે 14 ફેબ્રુઆરીને ગાય હગ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પરંતુ હંગામા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી.