Site icon Revoi.in

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ, ગુરુના દર્શન માટે લાવવો પડશે કોવિડ નેગેટીવ રીપોર્ટ

Social Share

હરિદ્વારઃકોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો પર્વ સ્નાન સાંકેતિક થશે.શ્રી ગંગા સભા અને તીર્થ પુરોહિત જ સાંકેતિક રૂપથી પૂજા કરી  સ્નાન કરશે. જોકે, 72 કલાક પહેલા આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ લાવ્યા બાદ ગુરુઓના આશીર્વાદ લેવાની મંજૂરી આપવામાં આવી છે. નેગેટીવ રીપોર્ટને લીધે ભક્તો હરિદ્વાર આવી શકશે, પરંતુ ગંગામાં સ્નાન કરી શકશે નહીં. હર કી પૈડી સહિતના તમામ ઘાટ પર કડક પોલીસ બંદોબસ્ત રહેશે.

કાંવડ મેળો સ્થગિત રાખવામાં આવ્યા બાદ હરિદ્વાર જિલ્લાની સરહદ પર પોલીસની કડકતા વધારી દેવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા 24 જુલાઈએ છે અને શ્રાવણ માસ પણ 25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. દેશના વિવિધ ખૂણે વસતા ભક્તો ગુરુપૂર્ણિમા પર હરિદ્વારમાં રહેતા તેમના ગુરુઓની પૂજા કરવા આવે છે, પરંતુ આ વખતે ભક્તો ગુરુ પાસેથી આશીર્વાદ મેળવવા માટે 72 કલાક પહેલા પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. બોર્ડર પર નેગેટીવ રીપોર્ટ દેખાડ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. જો કે આ પછી પણ ગંગામાં સ્નાન કરવા પર પ્રતિબંધ રહેશે.

ડીએમ સી રવિશંકરે ગુરુવારે તેના આદેશો જારી કર્યા છે.તેમણે કહ્યું કે કોવિડ -19 સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે સાવનમાં કાંવડ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. બહારના રાજ્યોના ભક્તો ગુરુ પૂર્ણિમા પર હરિદ્વાર આવે તેવી સંભવાના છે.તેનાથી સંક્રમણ ફેલાવાની શક્યતા થઇ શકે છે. તેથી, ગુરુ પૂર્ણિમા પર્વ પર સ્નાન સાંકેતિક રહેશે.પોલીસ અને પ્રશાસનના અધિકારી 24 જુલાઈના રોજ કોવિડ -19 અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઈનનું કડકાઈથી પાલન કરાવશે.