Site icon Revoi.in

બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા રવિપાકમાં નુકસાનીની ભીતિ

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણને લીધે રવિપાકમાં નુકસાનીની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠામાં જીરૂ, એરંડા. રાયડો, અને બટાકા સહિતનો પાક તૈયાર છે, હવે જો માવઠું થાય તો ખેડુતોને મોટું નુકશાન થઈ શકે છે. હાલ વાદળછાયા વાતાવરણને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની સાથે ભેજનું પ્રમાણ વધતા સાથે તેજગતિથી પવન ફુંકાઈ રહ્યો હોવાથી જીરાનો પાક ખરી જવાની ખેડુતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી વખત વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં વહેલી સવારથી બદલાવ આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જીરા, રાયડો, એરંડા, બટાકા સહિતના તૈયાર પાકોમાં જો હવે વરસાદ થાય તો ખેડૂતોને ખુબ નુકસાન થઈ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સોમવાર વહેલી સવારથી ભેજવાળા અને વાદળછાયાં વાતાવરણથી જીરાનો પાક ખરી જવાની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. જો કે  ખેડૂતો દ્વારા હાલ તાત્કાલિક ધોરણે જીરા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ રવિ સીઝનને લીધે  જીરૂ ઉપાડવા માટે શ્રમિકોની પણ અછત સર્જાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ સોમવારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાડી-ખેતરોમાં એરંડા, ઘઉં, રાયડો, જીરુ સહિતના પાક તૈયાર થઈ ગયો છે. ત્યાં જ  વાદળછાયા વાતાવરણને લીધે તૈયાર થયેલા પાકમાં રોગચાળાની દહેશત છે. સોમવારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળ છાંયા વાતાવરણના કારણે બટાકા અને રાયડો એરંડા સહિત તૈયાર પાકો હવે લેવાના સમયે જો વરસાદી છાંટા થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાય જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે