Site icon Revoi.in

બનાસકાંઠાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા ‘લક્ષ્યવેધ 5123’ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા  “લક્ષ્યવેધ 5124” જીલ્લા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ જીલ્લાના 419 ગામોમાંથી 5124 થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાનું બૌદ્ધિક પોતાના ઉદબોધનમાં કહ્યું કે, સંઘની શાખામાં રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના ગુણો નિર્માણ કરીને વ્યક્તિ નિર્માણનું કાર્ય કરવામાં આવે છે. આ દેશ, સંસ્કૃતિ,  સમાજ પોતાનો લાગે એવો નાગરિક નિર્માણ કરવાનુ કામ સંઘ કરે છે અને જ્યારે વ્યક્તિને કોઈ બાબત પોતાની લાગે છે ત્યારે એ એને નુકસાન થાય એવાં કામ નથી કરતો અને એને નુકસાન થાય એવુ કરે તો એને રોકવાના પ્રયાસ કરે છે. પોતાના પરિવારમાં આપત્તિ આવે ત્યારે ઘસાય છે અને તે માટે કોઈ માન સન્માનની અપેક્ષા નથી રાખતો એવી જ રીતે સંઘના સ્વયંસેવક દેશ, સમાજ, સંસ્કૃતિ માટે ઘસાવાનું કામ કરે છે. કોરોના કાળમાં સંઘના અનેક સ્વયંસેવકોએ આ પોતાનાપણાની ભાવનાથી જ કાર્ય કર્યુ.

દેશ સ્વતંત્ર થયો ત્યારે હિંદુ પોતાને હિન્દુ કહેતા ડરતો હતો એવું વાતાવરણ હતું આજે ગૌરવથી પોતાને હિન્દુ કહે છે. વિશ્વના આજના કસોટીકાળના વાતાવરણમાં સૌને લાગે છે કે સર્વ કસોટીનું ઊકેલ હિન્દુ જીવન પદ્ધતિ છે. આપણા ત્યાં કુટુંબ વ્યવસ્થા નિર્માણ થઈ છે એને કારણે બાળકનું ઘડતર થાય છે આજે અનેક લોકો ભારતની કુટુંબ વ્યવસ્થા જોવા આવે છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન માર્ગારેટ થેચર સંઘના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે ભારતની કુટુંબ વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું કે ભારતની કુટુંબ વ્યવસ્થાને કારણે બાળકનું ઘડતર થાય છે અમારે ત્યાં ભારત જેવી  કુટુંબ વ્યવસ્થા નથી એને પરિણામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે.

આજે પશ્ચિમ અનુકરણ વધતુ જાય છે, પરિવારમાં સંવાદ ઘટતો જાય છે આજે આપણી આ કુટુંબ વ્યવસ્થાને સંભાળવાની છે. આ માટે  સંઘના સ્વયંસેવકોએ કુટુંબ પ્રબોધન કાર્ય શરુ કર્યુ જેમા પરિવાર સાથે બેસે, સંવાદ કરે છે. આપણી પરંપરાઓ, ધર્મ, આપણું વિજ્ઞાન બાળકોને આપે છે. પર્યાવરણ જતન આ હિંદુ સમાજની વર્ષોની ચાલી આવતી પરંપરા છે. હનુમાનજી જ્યારે જડીબુટ્ટી લેવા ગયા ત્યારે સુષેણ કહે છે વનસ્પતિઓનું પૂજન કરવાનું અને જેટલી જોઈએ એટલી જ લાવવી. એવી જ રીતે ભૂમિ પૂજન ભારતની પરંપરા છે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી.

હિંદુત્વ એ જીવન પદ્ધતિ છે હિંદુ બધાને પોતાના માને છે. વિવિધતા કુદરતી વ્યવસ્થા છે બધામાં એક તત્વ ભગવાન છે આ માનવાવાળો અને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવાવાળો સમાજ આ હિન્દુ સમાજ છે. સંઘનું કામ સંપૂર્ણ હિન્દુ સમાજને એક કરવા માટેનુ છે. સમરસતા નિર્માણ કરવા માટે સંઘના સ્વયંસેવકો સમાજના મોભીઓ, આગેવાનોની બેઠક કરે છે અને કુરૂઢીઓ, કુપ્રથાઓ દૂર કરવાની દૂર કરવા કાર્ય કરે છે અને દરેક જ્ઞાતિની ઉપર હિંદુ સમાજ છે એ સમજણ નિર્માણ કરવાનું કામ છે. સમગ્ર હિંદુ સમાજ સાથે મળીને એક દિશામાં રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે સંઘ કાર્ય કરે છે.

લક્ષ્યવેધ 5124 થરાદ જીલ્લા એકત્રીકરણમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હરિશ્ચંદ્ર જેપાલ જી ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું કે મને સંઘ વિશે વિશેષ જાણકારી નહોતી અહીં આવીને જોતા સમજાયું કે સંઘમાં શિસ્તબદ્ધતા છે, ખુબ સેવા કાર્ય કરે છે, અહીં કોઈ જાતિ નથી જે કારણોસર એકતા આવે છે, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની ભાવના જાગૃત થાય છે. સંઘ આ કાર્ય પોતાના જુદાજુદા સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વનવાસી કલ્યાણ આશ્રમ,  નેશનલ મેડિકોઝ વગેરે દ્વારા કરે છે. સંઘના સ્વયંસેવકોએ કોરોના કાળમાં સેવા કાર્ય અને વેક્સિન સૌને મળી રહે તે કાર્યમાં ખુબ મોટું યોગદાન આપ્યું છે.