Site icon Revoi.in

સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાન ફુડ ફેસ્ટિવલનું બેનર લાગ્યુઃ હિન્દુ સંગઠનોમાં રોષ

Social Share

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ફુડ ફેસ્ટિવલનું બેનર લાગતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બેનર તોડી નાખીને રેસ્ટોરન્ટ સંચાલકને ચેતવણી પણ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રિંગરોડ વિસ્તાર પર આવેલી એક રેસ્ટોરન્ટની બહાર ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર લાગ્યા હતા. જેમાં પાકિસ્તાની ડિનરની જાહેરાત કરવામાં આવી હતી. તા. 12 થી 22 ડિસેમ્બર સુધી 10 દિવસના પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના પોસ્ટરને જોઈને હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો હતો. તેમજ બેનર ફાડી નાંખીને આગ ચાંપી હતી.આ સાથે જ રેસ્ટોરન્ટ સંચાલકને ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ મામલે હિન્દુ સંગઠનના સભ્યના જણાવ્યા અનુસાર અમને પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની જાણકારી મળી હતી. જેના કારણે અમે આવીને આ બેનરોને આગના હવાલે કરી દીધા છે. સુરતમાં ભારત વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય. આ સાથે જ અમે ચેતવણી પણ આપી છે કે, જો ફરીથી આવું કૃત્ય કરવામાં આવશે, તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.