Site icon Revoi.in

રાજકોટના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

Social Share

રાજકોટ : કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા બંધ હતા.ત્યાં હવે સ્થિતિ સુધારતા દરેક મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્લી રહ્યા છે.ત્યાં હવે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા BAPS  સ્વામિનારાયણ મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મંદિરો દ્વારા સંપૂર્ણ તકેદારી સાથે ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.

નવા નિર્ણયો અનુસાર ભકતો સવારે દરરોજ સવારે 8 થી 10 અને બપોરે 4 થી 6 દરમિયાન દર્શન કરી શકશે.મંદિરો દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.સાથે ભક્તોએ પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.

સામાન્ય રીતે મંદિરો તથા અન્ય સ્થળોએ લોકોની ભીડ વધારે જમા થતી હોય છે. તો એવા સમયમાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકાર દ્વારા તથા મંદિરોના પ્રશાસન દ્વારા મંદિરોમાં ભક્તોની આવાજાહી થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.