Site icon Revoi.in

ધરોઈ ડેમથી અમદાવાદ સુધી સાબરમતી નદી ઉપર સાત જગ્યા ઉપર બેરેજ બનાવાશે

Social Share

અમદાવાદઃ સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. બેરેજ તૈયાર થવાથી 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થશે જેનાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. માણસા, ગાંધીનગર અને પ્રાંતિજના આઠ ગામોની અંદાજે 1100 હેક્ટર જમીનને સિંચાઈનો  પ્રત્યક્ષ-પરોક્ષ લાભ થશે. આ યોજના આગામી દોઢ વર્ષ પૂર્ણ કરવાનું આયોજન છે.

સીરીઝ ઓફ બેરેજના આયોજનના ભાગરૂપે સાબરમતી નદી પર માણસા તાલુકાના અંબોડ ગામે બેરેજ બનાવવા રૂ. 221 કરોડની યોજનાને આજે વહીવટી મંજૂરી  આપવામાં આવી છે  તેમ, જળ સંપત્તિ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. જળ-સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, અંબોડ ખાતે બેરેજ તૈયાર થવાથી અંદાજે 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થવાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. જેનાથી ગાંધીનગર જિલ્લાના માણસા, ગાંધીનગર અને પ્રાંતિજ તાલુકાના અંબોડ, ઇન્દ્રાજપુર, પોયડા, વરસોડા સીતવાડા, ગુનમા, ઓરણ અને માધવગઢ એમ આઠ ગામોને લાભ થશે. યોજના તૈયાર થવાથી આ વિસ્તારની અંદાજે 1100 હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ થશે. આ યોજના આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદીને પુનઃજીવિત કરવા માટે ધરોઈ બંધથી અમદાવાદના વાસણા બેરેજ સુધી જુદી જુદી જગ્યાએ હયાત લાકરોડા સંત સરોવર અને વાસણા બેરેજ ઉપરાંત વિવિધ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આં યોજના અંતર્ગત વલાસણા ખાતે સાબરમતી નદી પર બેરેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે હિરપુરા બેરેજનું કામ પ્રગતિમાં છે જે આવતા જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.