1. Home
  2. Tag "Sabarmati River"

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ, ચોર શખસો સામે પોલીસ ફરિયાદ ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ […]

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી ત્રણ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં દશાના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી રાત પછી અનેક સ્થળો ઉપર મહિલાઓ દ્વારા માતાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે વહેલી સવારે માતાજીની મૂર્તિ […]

અમદાવાદની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડતા એકમો સામે ટાસ્કફોર્સ, બીયુ રદ પણ કરાશે

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં કેટલાક ખાનગી એકમો દ્વારા ગંદૂ પાણી છોડવામાં આવતું હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ મ્યુનિને ટકોર કર્યા બાદ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ ટાસ્કફોર્સ તેમજ અલગ અલગ પેટ્રોલિંગ સ્વોર્ડ બનાવી છે. તમામ ઔદ્યોગિક એકમોનું ચેકિંગ કરવામાં આવશે. તેમજ રાત્રે સ્ટ્રોમ વોટર લાઈન કે […]

અમદાવાદઃ પરિવારના ચાર સભ્યોએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ ગલાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિકો અને ફાયરબ્રિગેડના જવાનોએ ચારેયને બતાવી લીધા હતા. જમાઈના ત્રાસથી કંટાળીને પરિવારે અંતિમ પગલુ ભરવાનો પ્રયાસ કર્યાંનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભુદરપુરા […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટીગ સેવા હાલ પૂરતી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાણા ન ચુકવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સાબરમતી નદીમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ […]

પ્રાંતિજના નજીક સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરતાં ડુબી જતાં બે યુવાનોના મોત

પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલતેશ્વર ખાતે આવેલા સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા બે યુવાનો નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતાં  મોત નીપજ્યા હતા. બનાવ અંગે પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી જાણવા મળી છે કે, પ્રાંતિજના ગલતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ […]

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. […]

ધરોઈ ડેમથી અમદાવાદ સુધી સાબરમતી નદી ઉપર સાત જગ્યા ઉપર બેરેજ બનાવાશે

અમદાવાદઃ સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. બેરેજ તૈયાર થવાથી 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થશે જેનાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. માણસા, ગાંધીનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code