1. Home
  2. Tag "Dharoi Dam"

ધરોઇ ડેમની નેવું કિલોમીટર ત્રિજ્યામાં આકર્ષક ટુરિઝમ ડેસ્ટિનેશન બનશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે આ હેતુસર ધરોઇ ડેમને પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિ.મી ની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

ધરોઈ ડેમની સપાટી 620 ફુટે પહોંચતા 4 દરવાજા ખોલાયા, ડેમમાંથી આવક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે

મહેસાણાઃ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લીધે લે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના  ભારે વરસાદને કારણે  ધરોઈ ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી છે. ડેમની કૂલ સપાટી લેવલ 622 ફૂટ છે. એટલે ભયજનક સપાટીથી માત્ર બે ફુટનું લેવલ ઓછું હોવાથી ડેમમાં જેટલી પાણીની આવક થઈ રહી છે. એટલું […]

ધરોઈ ડેમથી અમદાવાદ સુધી સાબરમતી નદી ઉપર સાત જગ્યા ઉપર બેરેજ બનાવાશે

અમદાવાદઃ સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. બેરેજ તૈયાર થવાથી 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થશે જેનાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. માણસા, ગાંધીનગર […]

ધરોઈ ડેમઃ નવા પાણીની આવકને પગલે જળસપાટી 618.53 ફુટ પહોંચી, 12888 ક્યુસેક પાણીની આવક

જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું નદી કાંઠા વિસ્તારના વિસ્તારોને સાબદા કરાયાં અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં લગભગ 12888 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. નવા પાણીની આવકને પગલે જળસપાટી વધીને 618.53 ફુટ ઉપર પહોંચી છે. બીજી તરફ […]

ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં ત્રણ ફુટનો વધારો, 41388 ક્યુસેસની આવક

અમદાવાદઃ બીપરજોય વાવાઝોડાને લીધે  ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે.  છેલ્લા ત્રણ દિવસથી ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. હાલ 41388 ક્યુસેકની આવક થતાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટનો […]

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. […]

ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ ઓછું પાણી, સિંચાઈ માટે પાણી નહીં અપાય

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષે ખૂબજ છો વરસાદ પડ્યો છે. ખેડુતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. વરસાદ ખેંચતા ત્રણ જિલ્લાની જીવાદોર સમાન ગણાતા ધરોઈ ડેમમાં પણ પ્રતિદિન પાણીમાં ઘટ નોંધાઇ રહી છે. ઉપરવાસમાં પણ વરસાદ ખેંચતા હવે ઉત્તર ગુજરાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઓગસ્ટ માસ પૂરો થવા આવ્યો […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ ધરોઈ ડેમમાં પીવા માટે જરૂરી જથ્થો જ ઉપલબ્ધ

ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થાથી તંત્ર ચિંતિત ખેડૂતો પણ સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલ માત્ર પીવા જેટલો જ જરૂરી પાણીનો જથ્થો હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેમજ આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો પાણીની પણ સમસ્યા ઉભી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code