ધરોઈ ડેમની સપાટી 620 ફુટે પહોંચતા 4 દરવાજા ખોલાયા, ડેમમાંથી આવક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે
મહેસાણાઃ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લીધે લે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી છે. ડેમની કૂલ સપાટી લેવલ 622 ફૂટ છે. એટલે ભયજનક સપાટીથી માત્ર બે ફુટનું લેવલ ઓછું હોવાથી ડેમમાં જેટલી પાણીની આવક થઈ રહી છે. એટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોર બાદ ચાર દરવાજા ખોલાયા હતા.
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક વધી હતી. આમ ઉપરવાસના સારા વરસાદને કારણે ધરોઈ ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચતા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે બપોર બાદ ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને નદીકાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ફરી વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમ હાલમાં 620 ફૂટની સપાટી છે. ડેમનુ જળસ્તર જે સપાટીએ પહોંચ્યુ છે, તેનાથી મહંદઅંશે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યામાં રાહત પહોંચશે. ધરોઈ ડેમ હવે મહત્તમ સપાટીથી થોડોક જ દૂર રહ્યો છે.
હાલમાં ધરોઈ ડેમમાં જે રીતે આવક નોંધાઈ રહી છે, એ જોતા હવે ધરોઈ ડેમ સંપૂર્ણ 100 ટકા છલકાઈ જવાની આશા બંધાઈ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપરાંત અનેક શહેરો અને ગામડાઓને પીવાના પાણીની રાહત સર્જાઈ ચૂકી છે. ધરોઈ ડેમની હાલની સપાટી સોમવારે સાંજે 7 કલાક મુજબ 620 ફુટ નોંધાઈ હતી. ધરોઈ ડેમની મહત્તમ સપાટી 622 ફુટ છે એટલે ભયજનક સપાટીથી ડેમ 2 ફુટ દુર છે, જોકે હાલમાં આવક સામે એટલી જ મહંદઅંશે જાવક સાબરમતી નદીમાં પાણીની છોડવામાં રહી આવી છે. 620 ફૂટની જળસપાટીને જાળવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહી બાદ જળસપાટીમાં વધારો કરવાનો નિર્ણય કરવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધરોઈ ડેમની સવારે 9 કલાકે પાણીની આવક 13,105 ક્યુસેક થઈ હતી. બપોરે બાદ 4 દરવાજા ખોલીને નદીમાં 15,711 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે હરણાવ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો, ધરોઈની આવકમાં વધારો નોંધાઈ શકે છે.