1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા.  તેમજ સ્થાનિક જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ રહી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.

પાણીની આવક 1.42 લાખ ક્યુસેક પર પહોંચી હતી. જેને લઈ ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક પહોંચતા 1200 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે, જે 9 કલાકે 10 હજાર કે તેથી વધુ ક્યુસેક છોડવાનો નિર્ણય કરાયો છે. સાબરમતી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયાં છે.

તબક્કાવાર સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેક સુધીનો પ્રવાહ છોડી શકાય છે એમ પણ જારી કરેલ એલર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ માટે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા અને આણંદ વિસ્તારના જિલ્લા કલેકટરને પત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code