Site icon Revoi.in

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

Social Share

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી ટી-શર્ટ પોસ્ટ થઈ રહી છે. બદલાતી ફેશન ટ્રેન્ડને જોતા બાબાની નગરી વારાણસીમાં કાંવડિયાઓની પહેલી પસંદ બની છે આ ટીશર્ટ.

આવા લખાણવાળી ટી-શર્ટ કૂલ લુક આપે છે. શ્રાવણ મહિનાના રંગમાં રંગાવવા માટે ભગવાન શિવના ફોટાવાળી આ પ્રિન્ટેડ ટી-શર્ટ યોગ્ય છે.

યુવાનોમાં દેવાધી દેવ મહાદેવના ત્રિશૂલ અને ડમરુ પ્રિન્ટવાળી ટી-શર્ટનો ક્રેઝ જોવા મળે છે. આ ટી-શર્ટ સામાન્ય રીતે રૂ. 250 મળે છે. બીજાથી અલગ દેખાવવા માંગતો હોય તો આ ટી-શર્ટને ટ્રાઈ કરી શકો છો.

આ ટી-શર્ટની ડિઝાઈન આપને તેને ખરીદવા માટે મજબુર કરશે. આપ પોતાના સાઈઝ અને સ્કીન ટોન અનુસાર કલર પસંદ કરીને પહેરી શકો છો. આ ટી-શર્ટથી આપ મિત્રોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનશો.

જો તમે ટ્રેન્ડ ફોલો કરતો છો અને તાપથી પોતાની ત્વચાને બચાવવી હોય તો આપ ફુલ સ્લીવ્સવાળી ભોલેનાથ લખેલી ટી-શર્ટ પસંદ કરી શકો છે. જે આપની પર્સનાલીટીમાં વધારો કરવાની સાથે સ્ટાઈલીસ લૂક પણ આપશે.

(Photo - Social Media)