Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં 2017 પહેલા લુંગી અને ટોપીવાળા ગુંડાઓ હથિયાર લઈ ફરતા હતાઃ કેશવ મૌર્ય

Social Share

લખનૌઃ અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની તૈયારી જેવા નિવેદનથી રાજકીય હલચલ મચાવનાર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયાં છે. કેશવ મૌર્યએ પ્રયાગરાજમાં ટ્રેડર્સ કોન્ફરન્સમાં કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા લુંગી છાપ ગુંડાઓ ફરતા હતા. તેઓ જાળીવાળી ટોપી પહેરીને વેપારીઓને બંદૂકની ગોળીથી ધમકાવતા હતા. તેઓએ તમણે તમારી જમીનનો કબજો કરવા ઉપર પોલીસ ફરિયાદ પણ કરવા દેતા ન હતા. જો કે, ભાજપે આવા લોકોથી બધાને મુક્ત કર્યાં છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આ વાત યાદ રાખવા જેવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં પ્રયાગરાજનો સિવિલ લાઈન્સ વિસ્તાર પહેલા શાંતિપૂર્ણ માનવામાં આવતો હતો. સપા સરકારમાં તેને પણ અશાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના ગુંડાઓ વાહનોમાં હથિયારો લઈને ફરતા હતા. જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી આ ગુંડાઓ દેખાતા નથી. આ વ્યવસ્થા બદલાઈ છે કારણ કે તમે કમળના ફૂલને ખિલાવવાનું કામ કર્યું છે. સપામાં માત્ર ગુંડા-માફિયાઓ જ ભરેલા છે. માફિયા-ગુંડાઓને ફેંકી દેવામાં આવે તો શું સપા બચશે તેવો સવાલ પણ કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ વેપારીઓ, ગરીબો, ખેડૂતો, યુવાનો બધા માટે કામ કરી રહી છે. પરંતુ જો આપણે સુરક્ષિત નહીં રહીશું તો આપણા રાજ્યનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે. લોકસભાની ચૂંટણીમાં સપા-બસપા અને લોકદળ બધા ભેગા થયા પણ ભાજપને રોકી શક્યા નહીં. નાયબ મુખ્યમંત્રીએ વધારેમાં કહ્યું હતું કે, 2012માં પણ લોકોના દિલમાં બીજેપી હતી, પરંતુ ઘણી વખત લોકોને લાગ્યું કે બીજેપી સરકાર બનાવી શકશે નહીં. અમારા મતદારોએ ક્યારેક સપાને હરાવવા માટે તો ક્યારેક બસપાને હરાવવા માટે મતદાન કર્યું હતું. હવે બધા જાણે છે કે આ બધા મળી જશે તો પણ ભાજપ જીતશે. અમારી પાસે 300 થી વધુ સીટો હશે અને 2022 માં ફરી સરકાર બનાવીશું.