1. Home
  2. Tag "DYCM"

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી […]

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]

કર્ણાટકના નવા CM બનશે સિદ્ધારમૈયા, ડીકી શિવકુમારને DYCMની જવાબદારી સોંપાઈ

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ નવા સીએમની પસંદગીને લઈને ભારે ખેંચતાણ જોવા મળી હતી. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમારના નામ ચર્ચાઈ રહ્યાં હતા. તા. 13મી મેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોકડુ ગુંચવાયું હતું. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિનિયર નેતાઓ વચ્ચે […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં […]

ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં અપાયઃ DyCM

લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક […]

CBIએ ક્લીનચીટ આપ્યાનો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો દાવો

નવી દિલ્હીઃ એક્સાઇઝ પોલિસી મામલામાં ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને વારંવાર સવાલોના જવાબ પૂછવામાં આવે છે. જે.પી. નડ્ડાજીને અભિનંદન આપવા માંગુ છું કે, તેઓ ગુંડાગીરીમાં આગળ હતા, ઓપરેશન લોટસમાં આગળ હતા. સીબીઆઈએ ક્લીનચીટ આપી હોવાનો પણ દાવો કર્યો […]

નવી દિલ્હીઃ સીબીઆઈએ DyCM સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તાજેતરમાં જ તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન આજે સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. રાજધાની દિલ્હીમાં દારૂની નીતિમાં ગડબડના મામલાની તપાસ કરતી સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરી […]

દિલ્હીમાં સીબીઆઈના દરોડા બાદ 12 ઉચ્ચ અધિકારીઓની બદલી

દિલ્હીઃ એક્સાઈઝ પોલીસીમાં કથિત ગેરરીતિ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જેના પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે 12 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળે છે. દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાયનો ઉલ્લેખ કરાયો […]

આગામી બે-ત્રણ દિવસમાં મારી પણ ધરપકડ થશેઃ મનિષ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યાના એક દિવસ બાદ કહ્યું હતું કે, દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી, કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને મારી ઓફિસમાં પણ ગયા હતા. સીબીઆઈના અધિકારીઓ સારા છે, તેમને […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર અને તત્કાલીન દિલ્હી એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાના ઘરનો સમાવેશ થાય છે. સીબીઆઈના દરોડા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code