Site icon Revoi.in

દિવાળીમાં દિવો પ્રગટાવતા પહેલા જાણો કેટલીક ધાર્મિક માન્યતાઓ…

Social Share

નવી દિલ્હીઃ કાર્તિક મહિનાની અમાવાસ્યા પર દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે, 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દશેરા પછી જ ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એવું કહેવાય છે કે દીપાવલીના દિવસે, શ્રી રામ, માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે, 14 વર્ષનો વનવાસ પસાર કરીને અયોધ્યા પાછા આવ્યા હતા. આ ખુશીમાં ત્યાંના લોકોએ સમગ્ર અયોધ્યામાં ઘીના દીવા પ્રગટાવ્યા.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીને રોશનીનો તહેવાર પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવતા પહેલા આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સરળ નિયમોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Exit mobile version