Site icon Revoi.in

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ બની એક્ટિવ, ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશી પકડાયાં

Social Share

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજના દિને યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ એલર્ટ બની છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનો જડબેસાલાક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રા પહેલા જ પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. રાત્રી દરમિયાન તમામ હોટલોની તપાસ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન શંકમંદ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે. તેમજ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટેનું અભિયાન શરૂ કર્યું હતું. છેલ્લા થોડા દિવસથી એસઓજીની ટીમે ગેરકાયદે વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમને હાલ એસઓજી કચેરીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. બાંગ્લાદેશી યુવકો અમદાવાદમાં કેમ આવ્યા છે તે મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચંડોળા તળાવ અને તેની આસપાસમાં રહેતા કેટલાક લોકો બાંગ્લાદેશી છે. જે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રહે છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનઇચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે. એક બાજુમાં ક્રાઇમ બ્રાંચ રોજે રોજ હથિયાર ઝડપી રહી છે, ત્યારે પોલીસ માથાભારે તેમજ અસામાજીક તત્વો પર વોચ રાખી રહી છે. થોડા દિવસ પહેલા એટીએસની ટીમે એક ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અલ-કાયદા નામના આતંકી સંગઠનથી પ્રેરીત ચાર બાંગ્લાદેશી યુવકોને ઝડપી પાડ્યા હતા. રથયાત્રા પૂર્વે કોઇ બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ છે. જેના ભાગરુપે એસઓજીની ટીમે 18 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટીની તલાશમાં ભારતમાં આવી જતાં હોય છે અને ત્યાર બાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. ગુજરાત વિકસિત રાજ્ય છે. જેથી અન્ય દેશના લોકો અને અન્ય રાજ્યના લોકો અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં રોજગારી મેળવવા આવતાં હોય છે. બાંગ્લાદેશીઓ પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિયલ તપાસમાં અમદાવાદમાં વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના એજન્ટો દ્વારા રૂપિયા 6થી લઇને દસ હજાર સુધીની રકમ લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.