Site icon Revoi.in

ભુપેન્દ્ર સિંહનું 82 વર્ષની વયે નિધન,પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

મુંબઈ:બોલિવૂડના મહાન ગાયક ભુપેન્દ્ર સિંહનું નિધન થયું છે. તેઓએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.ભુપેન્દ્ર સિંહની પત્ની મિતાલી સિંહે આ સમાચારની પુષ્ટિ કરી હતી.મિતાલીએ જણાવ્યું કે,ભુપેન્દ્ર લાંબા સમયથી સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.તેમને ઘણી સમસ્યાઓ હતી, જેમાં પેશાબની સમસ્યા પણ સામેલ હતી.ભુપેન્દ્ર સિંહની વિદાય બાદ બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ભુપેન્દ્ર સિંહે મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયાં અને હકીકત સાથે ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો.તેમના પ્રસિદ્ધ ગીતોમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’, ‘પ્યાર હમે કિસ મોડ પર લે આયા , ‘હુઝૂર ઇસ કદર’, ‘એક અકેલા ઇસ શહેર મેં’, ‘ઝિંદગી મિલકે બિતાયેંગે’, ‘બીતી ના બિતાયી રૈના’, ‘નામ ગુમ જાએગા’સામેલ છે.

ભુપેન્દ્ર સિંહ બોલિવૂડના પ્લેબેક સિંગરની સાથે સાથે ગઝલ ગાયક પણ હતા. તેમનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો.તેમના પિતા પ્રોફેસર નાથ સિંહજી પ્રશિક્ષિત ગાયક હતા. પિતાએ જ ભુપેન્દ્રને ગાવાની તાલીમ આપી હતી.તેમના પિતા ખૂબ કડક શિક્ષક હતા. આવી સ્થિતિમાં ભુપેન્દ્ર સિંહ એક સમયે સંગીત અને તેના વાદ્યોને નફરત કરતા હતા.

કરિયરની શરૂઆતમાં ભૂપેન્દ્ર સિંહ દિલ્હીના ઓલ ઈન્ડિયા રેડિયોમાં પરફોર્મ કરતા હતા.તેણે ગિટાર અને વાયોલિન વગાડતા પણ શીખ્યા.1962માં, સંગીત નિર્દેશક મદન મોહને ભુપેન્દ્રને AIR નિર્માતા સતીશ ભાટિયાની ડિનર પાર્ટીમાં ગાતા સાંભળ્યા.આ પછી તેણે ભુપેન્દ્રને મુંબઈ બોલાવ્યો અને મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ‘હોકે મજબૂર ઉને મુઝે બુલાય હોગા’ ગીત ગાવાની તક આપી.હકીકત ફિલ્મના આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

1980 ના દાયકાના મધ્યમાં ભુપેન્દ્ર સિંહે મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા. મિતાલી બાંગ્લાદેશની ગાયિકા છે. આ દંપતીએ એકસાથે ઘણી ગઝલો ગાયી અને લાઈવ પરફોર્મન્સ આપ્યું. બંનેને એક પુત્ર છે, જેનું નામ નિહાલ સિંહ છે. નિહાલ એક સંગીતકાર પણ છે.

સેલેબ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગાયકના ચાહકો અને અન્ય લોકોએ ભુપેન્દ્ર સિંહના જવા પર શોક વ્યક્ત કર્યો છે.