Site icon Revoi.in

હિંડનબર્ગ મામલે અદાણી જૂથને સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં મોટી રાહત

Social Share

નવી દિલ્હીઃ અદાણી-હિંડનબર્ગ પ્રકરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થયો છે. અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગએ 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપની કંપનીઓને ઓવરવેલ્યુડ દર્શાવી હતી. તેમજ એકાઉન્ટમાં હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ ફગાવ્યો હતો. જો કે, વિપક્ષે સમગ્ર મામલે હંગામો મચાવ્યો હતો. અંતે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સમગ્ર પ્રકરણની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી. હવે સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અદાણીને મોટી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી જૂથે તમામ લાભાર્થી માલિકોનો ખુલાસો કર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબી દ્વારા એવો કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી કે તેઓ અદાણીના લાભાર્થી માલિકોની જાહેરાતને નકારી રહ્યાં છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીનો રિટેલ હિસ્સો વધ્યો છે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન નિયમો કે કાયદાનું પ્રથમ દ્રષ્ટીએ કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી. સેબી પાસે હજુ પણ 13 વિદેશી સંસ્થાઓ અને સંચાલન હેઠળની સંપત્તિમાં ફાળો આપનારા 42 જણા વિશે પૂરતી માહિતી નથી. રિપોર્ટમાં EDના કેસનો ઉલ્લેખ કરતી વખતે, SEBIએ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આક્ષેપ કર્યો નથી.

અહેવાલમાં જાણવા અનુસાર, ભારતીય બજારોને અસ્થિર કર્યા વગર નવી કિંમત ઉપર અદાણીના શેર સ્થિર થયાં છે. આ ઉપરાંત રિપોર્ટમાં સ્ટોરને સ્થિર કરવા માટે અદાણીના પ્રયાસોને સ્વિકારવામાં આવ્યાં છે. વિશેષ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તમામ તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જરૂર છે, પેનલ હાલમાં એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે ભાવમાં હેરાફેરીના આરોપમાં નિયમનકારની નિષ્ફળતા રહી છે. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતના બજાર નિયમનકારે જૂથોની એકમોની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી-હિડનબર્ગ કેસમાં તપાસ માટે નિમાયેલી છ ન્યાયમૂર્તિઓ વાળી સુપ્રીમ કોર્ટની આ વિશેષ સમિતિની અધ્યક્ષતા પૂર્વ ન્યાયમૂર્તિ એ.એમ. સપ્રે કરતા હતા. તેમજ સમિતિએ સેબીને નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.