Site icon Revoi.in

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

Social Share

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા સમનને સેશન કોર્ટમાં પડકાર્યો હતો, તેને લઈને કોર્ટે આજે તેમને આંચકો આપ્યો છે.

રાઉજ એવન્યૂ કોર્ટની સેશન કોર્ટમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી દારૂ નીતિ મામલામાં જાહેર કરવામાં આવેલા સમનને પડકારવાના મામલામાં સેશન કોર્ટે કેજરીવાલને વચગાળાની રાહત આપી નથી. સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.

કોર્ટે કહ્યું છે કે વચગાળાની રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જાવ. રાઉજ એવન્યૂ કોર્ટની સેશન કોર્ટે ઈડી દ્વારા દાખલ ફરિયાદોના આધારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કરવામાં આવેલા સમન પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. ઈડીએ તેના સમનને અવગણવા પર નીચલી અદાલતની દિશા પકડી હતી.