Site icon Revoi.in

બિલ ગેટ્સે પોતાના હાથે બનાવી રોટલી,PM મોદીએ આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું 

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોટલી બનાવવાનો વીડિયો શેર કરવા બદલ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની પ્રશંસા કરી હતી.તેણે ગેટ્સને બાજરીની વાનગીઓ બનાવવામાં હાથ અજમાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રોટલી બનાવતા નજરે પડે છે.

મોદીએ વિડીયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અદ્ભુત, અત્યારે ભારતમાં બાજરી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.” તેણે લખ્યું, “બાજરીની પણ ઘણી વાનગીઓ છે, જેને તમે બનાવવા માટે તમારો હાથ અજમાવી શકો છો.

વીડિયોમાં ગેટ્સ કહે છે કે તે લાંબા સમય પછી રસોઈ બનાવી રહ્યા છે. ગેટ્સે ઈંડા આકારમાં રોટલી બનાવી હતી, જે પછી ઈટન ગેટ્સને કહે છે કે,રોટલી ગોળ વણવામાં આવે છે.આ પછી વીડિયોમાં બંનેએ રોટલીને લોઢી પર શેકી અને ઘી લગાવી ખાધી. બિલ ગેટ્સે પણ ભારતીય  રોટલીના વખાણ કર્યા હતા.તેણે કહ્યું, “તે ખુબ જ સારી છે! ખૂબ સ્વાદિષ્ટ.”