Site icon Revoi.in

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે હવે પીએમ મોદીએ આ બાબતે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

બિલ ગેટ્સે કહ્યું હતું કે મ મન કી બાત એ સ્વચ્છતા, આરોગ્ય, મહિલા આર્થિક સશક્તિકરણ અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર સમુદાયની આગેવાની હેઠળની કાર્યવાહીને ઉત્પ્રેરિત કરી છે. @narendramodi ને 100મા એપિસોડ માટે અભિનંદન. ત્યાર આજે આ વાતનો પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બિલ ગેટ્સનો આભાર વ્યક્ત કરતા  પીએમ મોદીએ આજરોજ  ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતુ  કે હું મારા મિત્ર @BillGates ને તેના પ્રેમભર્યા શબ્દો માટે આભાર માનું છું. #MannKiBaat આપણા વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે ભારતના લોકોની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ જોઈને બિલ ગેલ્ટ પણ ભાવુક થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થવા પર વિદેશમાં પણ આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો છે.યુ.એસ.માં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી .